એક પુત્ર ની અપાર વેદના વ્યક્ત કરતી પ્રત્યેક મા ની સાચી તસ્વીર પ્રિય મિત્ર પ્રવીણ કાંત ની કલમે….
પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો
મારી બા
નાનીગૌરી મગનલાલ શાસ્ત્રી.
“‘બેટા હજુ વિચારી જો. આપણી પાસેશું નથી! અમેરિકા જવાનું માંડી વાળ. હવે મારી પણ ઉમ્મર થઈ. ક્યારે શું થાયતે કોને ખબર! મારી અંતિમ વેળાએ તું અમારી સામે હોય તો અમારો જીવ અવગતે નજાય.’ મોટાભાઈએ પણ કહ્યું ‘રાજુ, તારા સિવાય અમારું બીજું છે પણ કોણ? છોકરાંઓ પણ તારી સાથે આવશે પછી અમે કોની સાથે હસી ખુશીની વાતો કરીશું?
આ તો, સૌ પ્રથમ “મમતા” મ્રેગેઝિન અને અનેક જગ્યાએ પ્રસિધ્ધી પામેલી મારી વાર્તા “પચ્ચીસ હજારનો ડંખ”ના આ શબ્દો છે.
મારી બાએ પણ મને કંઈક આવા જ શબ્દો, મેં જ્યારે કાયમને માટે ભારત છોડ્યું ત્યારે. રડતી આંખે કહ્યાં હતાં. અને આ શબ્દો જીવનભર મારા કાનોમાં ગુંજતા રહ્યા છે. મને રડાવતાં રહ્યાં છે. મારા દેહનું રક્તભ્રમણ ચાલુ રહેશે ત્યાં સૂધી આ શબ્દો મારા હૈયામાં થડકતા રહેશે.
મારી બા ની જન્મતીથિ તારીખ તો એને પોતાને પણ ખબર ન હતી. પિતાશ્રીના…
View original post 1,426 more words
માનનીય શ્રી મહેન્દ્રભાઈ,
મારી, મારી બાની વાત રિબ્લોગ કરી આપના વાચક મિત્રોને વહેંચવા બદલ આભારી છું. ઈ મેઇલના માધ્યમ દ્વારા જ આપનો પરિચય થયો. એ મારે માટે એક જમા પાસુ ગણાય. હું સાહિત્યકાર નથી. યથા યોગ્ય સૂચનો કરતા રહેજો.
vandan….pure hearted parent