જીન્દગી શા માટે ?

નવેમ્બર 25, 2016

Very contemplative talk

અભીવ્યક્તી

જીન્દગી શા માટે ?

–બી. એમ. દવે

સદીઓથી ધાર્મીકો, માર્મીકો, બૌદ્ધીકો અને પ્રબુદ્ધોમાં એ પ્રશ્ન ચર્ચાતો રહ્યો છે કે માનવજીવનનો મર્મ શો છે ? જીન્દગીનો અર્થ શો છે ? જીવનનું પ્રયોજન શું છે ? આ પ્રશ્નના અલગ–અલગ દૃષ્ટીકોણથી અલગ–અલગ જવાબો આપવામાં આવે છે. ધાર્મીક હોવાના વહેમમાં રાચનાર શાસ્ત્રોનો સન્દર્ભ ટાંકીને કહેશે કે : ‘ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તી માટે માનવજીવન મળ્યું છે’; તેમ જ પોતાનું ઉછીનું જ્ઞાન ઠાલવતાં આગળ ઉમેરશે કે : ‘84 લાખ યોનીમાં ભટક્યા પછી દુર્લભ મનુષ્યદેહ મળ્યો છે, એટલે જીન્દગીનું ધ્યેય ફક્ત ને ફક્ત મોક્ષપ્રાપ્તીનું જ હોવું જોઈએ.’

આ બધા જવાબો પોપટીયા છે. આપણા પુર્વજોએ તેમની સમજણ મુજબ લખેલાં શાસ્ત્રો ગળે વળગાડીને કહેવાતા વીદ્વાનો શબ્દોની ઉલટી કરતા રહે છે તથા ગોખેલું જ્ઞાન ઠાલવતા રહે છે. સ્ટીરીયોટાઈપ કથા–વાર્તાઓ અને પ્રવચનોના ધોધ વરસતા રહે છે. અલબત્ત, આચાર્યશ્રી.રજનીશ જેવા ક્રાન્તીકારી વીચારો ધરાવતા પ્રબુદ્ધ પુરુષે આવી દૃઢીભુત થયેલ માન્યતાઓથી ઉપર ઉઠીને જીન્દગીની પરીભાષા બદલવા પ્રયાસ કર્યો છે.

સાત્ત્વીક, રાજસી…

View original post 1,485 more words


ફૅમીલી મારો ધર્મ છે અને ફૅમીલી મારું અધ્યાત્મ છે

નવેમ્બર 19, 2016

હમણાં એક ભાઈ કહે, મેં એક લાખ માળા પુરી કરી! તેમના ચહેરા પર ગૌરવ અને આનન્દ હતા. મને થયું કે સાચા દીલથી અને સાચી રીતે તો એક જ વખત નામસ્મરણ કરવાનું હોય ને! આટલી બધી માળાઓ કરવી જ કેમ પડે? આ તો કોઈ ઠોઠ વીદ્યાર્થી એમ કહે કે મેં પાંચમા ધોરણની પરીક્ષા દસ વખત આપી એવી જ વાત થઈ ને! વળી જો તમે આસ્તીક હો અને પ્રભુસ્મરણ તમને પસન્દ હોય તો એનાં પલાખાં–હીસાબો થોડાં રાખવાનાં હોય? માળાઓની ગણતરી શા માટે? માત્ર નામસ્મરણ ચાલે, ગણતરી છુટી જાય એ ભક્તી.

અભીવ્યક્તી

ફૅમીલી મારો ધર્મ છે અને ફૅમીલી મારું અધ્યાત્મ છે

–રોહીત શાહ

પ્રૅક્ટીકલ લાઈફ સાથે જોડાયેલી ન હોય એવી વાત, ગમે તેટલી ભવ્ય હશે તો પણ; એનું આયુષ્ય ટુંકું જ હોવાનું. કેટલીક વાતો અતી પવીત્રતાની અને ઉંચા આદર્શોની હોય છે; છતાં પ્રૅક્ટીકલ લાઈફનું એમાં અનુસન્ધાન હોતું નથી. એવી વાતો સાંભળવાની તો ગમે છે; પણ સ્વીકારવાનું મન નથી થતું.

નરેન્દ્ર મોદી ચાવાળા સાથે, રાહુલ ગાંધી કુલી સાથે અને કેજરીવાલ રીક્ષાવાળાઓ સાથે બેસીને પોતપોતાના પૉલીટીક્સને પ્રૅક્ટીકલ લાઈફ સાથે જોડી રહ્યા છે. એ દ્વારા એ બધા વ્યાપક સ્વીકૃતી પામવા માગે છે. તમારી વાતો ભલેને ગગનવીહારની હોય; રહેવાનું તો તમારે ધરતી પર જ છે ને! ગગનવીહાર રોમાંચક ખ્વાબ છે. વસુંધરા પરનો વસવાટ વાસ્તવીક વાત છે.

થોડા વખત પહેલાં એક સજ્જન મળ્યા હતા. તેમનો નાનકડો પરીવાર સુખી હતો; પરન્તુ કોઈ ગુરુજીના સમ્પર્કમાં આવ્યા પછી એ સજ્જનની લાઈફમાં ખુબ અશાન્તી પેદા થઈ ગઈ હતી. ગુરુજીએ તેમને પાઠ ભણાવ્યા કે મોક્ષ પામવા માટે જ તને માનવજન્મ મળ્યો છે…

View original post 1,172 more words


ગીતા (મારી સમજ)-પી. કે. દાવડા

નવેમ્બર 19, 2016

P.K.Davda – Compilation of Gita Chapter 13 to 18..unique work for present generation to understand in short

niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

View original post 3,207 more words