નાનકડી શિસ્ત, ભાગ-૧; બની આઝાદ

જૂન 19, 2017

સૂરસાધના

આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો

       ખેડ્ડા ઓપરેશન –  માયસોરના જંગલી હાથીને પકડવાની અને માનવ સમાજ સાથે રહેવા માટે પલોટવાની ક્રૂર પદ્ધતિ. જંગલમાં પોતાની મસ્તીમાં મ્હાલતા, મદમસ્ત,મહાકાય હાથીને અંકુશમાં લેવાનું – એની પાસેથી પોતાને ધાર્યું કામ કરવા તાલીમ આપવાનું – દુઃસાધ્ય કામ એ હાથી કરતાં સોથીય વધારે નાની કાયા ધરાવતો માણસ કરી શકે છે.

wild_elephant

      પણ પોતાના માત્ર બે એક શેર જેટલા વજનવાળા મગજ પાસે એ લાચાર બની જાય છે! મનની અગણિત શક્તિઓ હોવા છતાં; એની મર્યાદાઓથી માણસ તોબા! તોબા! પોકારી ઊઠે છે; વ્યથા અને વેદનાના ઓથારમાં કકળી ઊઠે છે; નીરાશાના-હતાશાના ગર્તામાં હડસેલાઈ; આત્મહત્યા કરવા સુધીની વિનિપાતની ખીણમાં ગબડી શકે છે.

‘બની આઝાદ’
એ મદમસ્ત હાથી કરતાં પણ વધારે
મદમસ્ત મનને
કાબુમાં લેવાની વાત છે.

કેવી મુશ્કેલ વાત?

‘… बन्धुमिच्छसि वने मदोत्कटं हस्तिनं कमलनालतंतुना ।‘

      આ શ્લોકની આગલી કડી બીજા સંદર્ભમાં છે; પણ આ કડી્માં આલેખેલું વર્ણન મનના બંધનોથી આઝાદ બનવાની પ્રક્રિયાને…

View original post 667 more words