Be real Human
18
સાચો આસ્તીક કોણ…?
–દીનેશ પાંચાલ
આસ્તીક નાસ્તીકની ચર્ચા નીકળે છે ત્યારે એક પ્રશ્ન ઉદ્ભવે છે– આપણે કોને આસ્તીક અને કોને નાસ્તીક ગણીએ છીએ? એ શબ્દોના પ્રચલીત અર્થ મુજબ આસ્તીક એટલે ઈશ્વરમાં માનનાર, અને નાસ્તીક એટલે ઈશ્વરમાં ન માનનાર; પરન્તુ એ શબ્દોનું આટલું સીમીત અર્થઘટન ન હોવું જોઈએ. મારા નમ્ર મતાનુસાર આસ્તીક તેને કહેવો જોઈએ જે આધ્યાત્મીક્તા કરતાં માનવતામાં વધુ માનતો હોય.જે મન્દીરના ઈશ્વર કરતાં સૃષ્ટીમાં વ્યાપેલ ઐશ્વર્યમાં વધુ શ્રદ્ધા ધરાવતો હોય. સમગ્ર સૃષ્ટીના કણકણમાં ઐશ્વર્ય વ્યાપેલું છે; પણ માણસની વીચીત્રતા એ છે કે તે પથ્થરની મુર્તી પર ફુલ ચઢાવે છે અને જીવતા માણસના માથા પર પથ્થર અફાળે છે. મોરારીબાપુ સહીત ઘણાં સંતો સ્વીકારે છે– ‘જનસેવા એ જ પ્રભુ સેવા!’ આ દશ અક્ષરો, દશ સેલની બૅટરી કરતાં વધુ શક્તીશાળી છે.
માણસે ધર્મના સદીઓ જુના આદર્શોનું પાલન કરતાં રહેવાને બદલે નવો (રીવાઈઝ) માનવ ધર્મ ઘડી કાઢવો જોઈએ. જેમાં હર હાલમાં માણસનું ભલું જ થાય. દાખલા તરીકે હીન્દુઓને ભુખ…
View original post 760 more words