our 97 year friend aata dada
આપણા વ્હાલા ‘આતા’ એ આ બ્લોગ પર સિરિયલ તરીકે લખેલી, એમના વતન દેશિંગાની વાતો હવે ઈ-બુકના રૂપમાં, એમના માનસપુત્ર જેવા શ્રી. રીતેશ મોકાસણાએ પ્રસિદ્ધ કરી છે.
અહીંથી એ ડાઉન લોડ કરી શકશો.
આનંદની વાત એ પણ છે કે, આ પુસ્તક હવે છપાઈ પણ ગયું છે. એનાં આગળ અને પાછળનાં પાનાં આ રહ્યાં –
…….
વાહ, સરસ કામ થયુ છે. સૌના પ્રિય મિત્ર આતાજી ની ઈચ્છાને માન આપી એમની સ્મૃતિમાં એમના માનસ પુત્ર ભાઈ શ્રી રીતેશ મોકાસણાએ આતાના વતનના ગામ દેશીન્ગા વિષે પુસ્તક પ્રકાશિત કર્યું એ માટે એમને ખુબ ધન્યવાદ.
ભાઈ રીતેશ ફિલ્મ લાઈનમાં ખુબ વ્યસ્ત હોવા છતાં એમણે સમય કાઢીને આતાજી ને આપેલ વચન પૂરું કરી આતાજી તરફના દીલી પ્રેમને ઉજાગર કરી બતાવ્યો એ માટે એમને ખોબલે ખોબલે અભિનંદન.
ઈ-પુસ્તક વાંચવાની સવલત ઉપલબ્ધ કરાવવા માટે આતાજીના બીજા માનસ પુત્ર શ્રી સુરેશભાઈ ને પણ ધન્યવાદ અને અભિનંદન. આતાવાણી આનાથી સજીવન બની ગઈ એ આનંદની વાત છે.સ્વર્ગમાં બેઠાં બેઠાં આતાજી આ કાર્ય માટે જરૂર આશીર્વાદ આપતા હશે.આતાજીની ખોટ કેટલી બધી વર્તાય છે !