સતરંગી નમન નવરંગી નમન/ યામિની વ્યાસ

જૂન 18, 2020

તું અન્નપૂર્ણા માત તને હો નમન
શ્રદ્ધાભર્યા નમન

નીરવ રવે

💐વિશ્વની તમામ નારીને નમન💐
સવાર પહેલાં જાગી જાતી
ઉર્જા ઊંચકી છેડે બાંધી
વાસી થએલી રાત નિચોવી
વધ્યો ઘટ્યો અંધાર હટાવી
સ્વયમ બની પ્રભાત તને હો નમન
લીલાશ ને પાણી પીવડાવી
કચરો કાઢી ઘર અજવાળી
પીળાશને વહાલે મલકાવી
કૂંપળને મમતા પહેરાવી
‘મા’ તું ન્યારી જાત તને હો નમન
ઘીની સાથે ખુદને તાવી
મીઠી મીઠી હૂંફ સરકાવી
સ્વાદ સૌના સાચવી લેતી
ફરજ ઉપર દોડીને જાતી
તું અન્નપૂર્ણા માત તને હો નમન
શ્રદ્ધાભર્યા નમન
આશાભર્યા નમન
પ્રતીક્ષા ભર્યા નમન
ઐશ્વર્ય ભર્યા નમન
તને હો
સતરંગી નમન
નવરંગી નમન
નમન
નમન
નમન
યામિની વ્યાસ💐PL click & enjoy  …                                                                 
Women hardly feel acknowledged and appreciated for all the responsibilities and chores they carry on their shoulders with a cheerful smile on…

View original post 95 more words