Best before gurupurnima
જીવવા માટે ગુરુ કરવાની શી જરુર?
– દીનેશ પાંચાલ
એક મીત્ર તેમની વાતો દરમીયાન હમ્મેશાં કહેતા રહેતા હોય છે : ‘અમારા ગુરુના આદેશને કારણે અમે આ નથી ખાતા અને તે નથી ખાતા!’ દોસ્તો, શું ખાવું ને શું ન ખાવું એ તત્ત્વતઃ વ્યક્તીસ્વાતન્ત્ર્યનો મુદ્દો છે. આપ શ્રદ્ધાળુ હશો તો બેશક આપને ઝાટકો લાગશે પણ એક વાત પુરી ગમ્ભીરતાથી કહેવી છે. મનુષ્યજીવનમાં ગુરુ કરવાની જ કોઈ જરુર હોતી નથી. જીવનો અભ્યાસક્રમ એટલો અઘરો નથી કે તે માટે તમારે ગુરુનું ગાઈડન્સ મેળવવું પડે! તમારે ‘એ… બી… સી… ડી…’ શીખવા માટે શીક્ષકની જરુર પડે; પણ ભણીગણીને એક જવાબદાર નાગરીક બની જાઓ પછી વાંચવા લખવા માટે તમને દર વખતે શીક્ષકની જરુર પડતી નથી. ચાલતા આવડી જાય પછી ચાલણગાડીની જરુર પડતી નથી. છતાં તમારે ગુરુ કરવા હોય તો ગુરુનું સરનામું નોંધી લો. કુદરતે ખાવા, પીવા અને બોલવા માટે મોઢું આપ્યું છે. વીચારવા માટે મગજ આપ્યું છે. સમજવા માટે બુદ્ધી આપી છે…
View original post 1,092 more words
વહાલા મહેન્દ્રભાઈ,
‘જીવવા માટે ગુરુ કરવાની શી જરુર?’ લેખને આપશ્રીના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
Very good.
Use guru to seek advice for complicated situations in life. It is a wastage and an insult to use a guru to choose food for you from a menu 😉