આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો
ખેડ્ડા ઓપરેશન – માયસોરના જંગલી હાથીને પકડવાની અને માનવ સમાજ સાથે રહેવા માટે પલોટવાની ક્રૂર પદ્ધતિ. જંગલમાં પોતાની મસ્તીમાં મ્હાલતા, મદમસ્ત,મહાકાય હાથીને અંકુશમાં લેવાનું – એની પાસેથી પોતાને ધાર્યું કામ કરવા તાલીમ આપવાનું – દુઃસાધ્ય કામ એ હાથી કરતાં સોથીય વધારે નાની કાયા ધરાવતો માણસ કરી શકે છે.
પણ પોતાના માત્ર બે એક શેર જેટલા વજનવાળા મગજ પાસે એ લાચાર બની જાય છે! મનની અગણિત શક્તિઓ હોવા છતાં; એની મર્યાદાઓથી માણસ તોબા! તોબા! પોકારી ઊઠે છે; વ્યથા અને વેદનાના ઓથારમાં કકળી ઊઠે છે; નીરાશાના-હતાશાના ગર્તામાં હડસેલાઈ; આત્મહત્યા કરવા સુધીની વિનિપાતની ખીણમાં ગબડી શકે છે.
‘બની આઝાદ’
એ મદમસ્ત હાથી કરતાં પણ વધારે
મદમસ્ત મનને
કાબુમાં લેવાની વાત છે.
કેવી મુશ્કેલ વાત?
‘… बन्धुमिच्छसि वने मदोत्कटं हस्तिनं कमलनालतंतुना ।‘
આ શ્લોકની આગલી કડી બીજા સંદર્ભમાં છે; પણ આ કડી્માં આલેખેલું વર્ણન મનના બંધનોથી આઝાદ બનવાની પ્રક્રિયાને…
View original post 667 more words
બહુ જ કામના આ લેખને રિબ્લોગ કરવા માટે તમારો દિલી આભાર.
એનો બીજો ભાગ વાચકો ખાસ વાંચે. આ લેખમાં તો એ ‘પ્રયત્ન’ ‘ની જરૂરિયાતની પૂર્વભૂમિકા જ આપી છે.
યોગ, સાધના, ફિલસુફી વિ. પર બહુ જ મોટા પ્રમાણમાં શાસ્ત્રો / ભાષ્યો લખાયેલાં છે. પણ આપણા જેવા સામાન્ય માણસને નડતી નાની નાની નબળાઈઓ એના અમલીકરણમાં આડે આવતી હોય છે. એને મહાત કરવા નાનકડી શિસ્ત જરૂરી બની જાય છે.
સિગરેટ અને બીજા વ્યસનો છોડવા માટે આપણે સંકલ્પ કરીએ કે , હવે જીવન ભર એનાથી દૂર રહીશ. તો એ સંકલ્પ ટૂટવાનો જ ! અંશે આવા નાના સંકલ્પો વધારે મદદરૂપ બનતા હોય છે.